સૌથી મોટું ફ્રોડ

અત્યારે google play store પર ૨૦૦થી વધુ ઓનલાઇન તીનપત્તીની એપ ઉપલબ્ધ છે. કે જે પ્રોગ્રામિંગ ફ્રોડ કરી ને લોકો ના પૈસા લુટી રહી છે.

પહેલા તો સવાલ એ જ થવો જોઈએ કે જો play store પર આવી સટ્ટાની એપ ને પરમિશન જ ના હોય તો આ એપ play store પર આવી જ કેવી રીતે.

વધુ મહત્વનો સવાલતો એજ છે કે શું  સરકારને આ વાત ની ખબર નઈ હોય ?

આનો જવાબ હા હોય અથવાતો ના હોય બંને સંભાવના ની ચર્ચા વિસ્તૃતમાં કરીએ તો 

૧)સરકાર ને આ વાતની જાણ છે જ નહિ   :-એનો મતલબ છે કે સરકાર સુઈ રહી છે.(જેની સંભાવના ઓછી છે)

૨)સરકાર ને આ વાતની જાણ છે           :-એનો મતલબ છે કે સરકાર બધું જાણતા અજાણ બની ને બેઠી છે કઈ પડી જ નથી, અથ્વાતો કઈ ફાયદો હશે સરકાર ને ,અથ્વાતો તેમના ગમતા લોકો ચલાવી રહ્યા હોય આ એપ.

સંભાવના ગણીબધી હોય સકે પણ બધા માં સરકાર ની ભૂલ તો માની જ શકાય

અ ને જો આ એપ સારી જ હોય તો ગામે ગામે જુગારના અડ્ડા ચલાવો ,જો online રમવું યોગ્ય હોય તો offline માં શું તકલીફ .

ગમે તે હોય આપણે બધાને  ચેતવાની જરૂરિયાત  છે.

તમારી આસપસના યુવા વર્ગ ને ચેતવો કે આવી એપ ના ચક્કરમાં ના પડશો.આ એક ફ્રોડ જ છે.બીજી એપ ના જેમ આમાં પણ ખાલી એપ માં જ પૈસા દેખાશે.

ખાતાંમાં નઈ લઈ શકો.અને જો ખાતા માં આવી જશે તો બી આપણે તો સટ્ટો જ રમી રહ્યા છીએજ ને.

અને જો કરી સખો તો cmo,pmo, cyber crime,home ministery અથવા તો લગતા વળગતા ડિપાર્ટમેન્ટ માં complaint કરો કે આ એપ play store પર આવી જ કેવી રીતે

અને જો ફરિયાદ ના કરવી હોય તો પત્ર લખી જુગારના અડ્ડા ચાલવા ની મંજુરી માંગો  

તમારા રેફ્રેન્સ માટે એપ ના સ્ક્રીન શોટ આ આર્ટિકલ જોડે મૂકી રહ્યો છું.

આ સાઈટ પર આવાજ પ્રયત્નો કરતા રહીશું કે જેથી લોકો બધા ફ્રોડ થી બચવા ની અવેરનેસ વધે.

આર્ટિકલ ને વધુ ને વધુ લોકો સુધી પોહચડવા નીચે ના બટનોનો ઉપયોગ કરવા વિનંતી.

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Print

One thought on “સૌથી મોટું ફ્રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *